બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ થલતેજ અમદાવાદ વર્ષો થી અનેક યશશ્વી સેવાકીય પ્રવૃત્તિ થી લોકપ્રિય તેમજ સુપ્રસિદ્ધ દેવસ્થાન સંસ્થા છે. જે સેવા અંતર્ગત સંસ્થા ની પ્રવૃત્તિ દરેક ક્ષેત્ર માંવર્ષો થી પ્રસન્નશનીય છે. નિસ્વાર્થ સેવા પરમાર્થ અને પરોપકાર ના ઉચ્ચ આદર્શ હેઠળ પૌરાણિક કાળ થી માનવ સેવા, અન્ન દાન, ભોજન પ્રસાદ દાન, ગૌ દાન ગૌ સેવા, રોગ સારવાર નિદાન અને રાહત દરે દવા નું વિતરણ નિરંતર વર્ષો થી ટ્રસ્ટ ના દરેક મહંત શ્રી સાધુ સંત શિરોમણી દ્વારા હિંદુ ધર્મ ના સંસ્કરણ મુજબ અવિરત નિરંતર અને દૈનિક ક્રમ મુજબ સેવારત રહ્યું છે અને રહેશે જ્યાં સુધી હિંદુ સનાતન ધર્મ નો ધ્વજ લહેરાશે ત્યાં સુધી અવિરત સેવા નો નિર્ધાર બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ નો છે અને કાયમ રહેશે જ.
હિંદુ ધર્મ સંસ્કૃતિ અને વેદ પુરાણ મુજબ કળિયુગ માં જન્મજનમાનતર ના ચક્ર માં થી મોક્ષ મુક્તિ અર્થે દાન પુણ્ય કર્મ અને સત્કર્મ અન્ય દરેક યુગ કરતા કળિયુગ માં સૌથી ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આથી જ મનુષ્ય જન્મ ને યથાર્થ કરતા સત્કર્મ અને દાન અવશ્ય કરવું આવશ્યક છે બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ એક પૌરાણિક મંદિર થકી જનસેવા માનવ સેવા ગૌ સેવા તેમજ હિંદુ ધર્મ ના ભક્તિ માર્ગ તેમજ ધર્મ સંસ્કારણ ને અનુસરી ને સતત 500 વર્ષ કરતા પણ વધુ વર્ષો થી યથા યોગ્ય સત્કર્મ અને સેવાઓ દ્વારા યશશ્વી પ્રવૃત્તિ થકી સેવા કર્મ વર્ષો થી નિરંતર સેવારત છે. હિંદુ ધર્મ પુરાણ શાસ્ત્ર મુજબ દરેક સેવા સત્કર્મ માનવ સેવાઓ બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ વર્ષો થી અવિરત વિવિધ સેવાઓ માટે લોકપ્રિય અને પ્રસિદ્ધ છે સૌ પ્રથમ અન્ય દરેક હિંદુ મંદિરો કરતા પ્રાચીન પૌરાણિક નાની દેરી મંદિર બાબા રામદેવ પીર ની સ્થાપના એક માનવ સેવા અને ગૌ સેવા માટે નું પ્રસિદ્ધ સ્થાન છે.
આશરે 500 થી પણ વધુ વર્ષ થી થલતેજ ટેકરા વિસ્તાર માં આવેલ તળાવડીઓ પાસે ના ટેકરા નજીક ગોરખનાથ સંપ્રદાય ના સેવક શિષ્ય દ્વારા અહીં ગૌ સેવા માનવ સેવા તે પૌરાણિક સમય માં વન્ય અને જંગલી વનસ્પતિઓ દ્વારા માનવ સેવાના ધ્યેય થકી રોગ દર્દ ની દવાઓ ગ્રામ જનો ને આપતા તેમજ તળાવ કિનારે ભક્તો દ્વારા સહાય થકી જ આ મંદિર દેરી અને એક પાણી નો કૂવો નિર્માણ પામ્યો હતો. તેથી સાધુ સંત દ્વારા ગૌ સેવાની પણ શરૂઆત કરવામાં આવી હતી તે જમાના માં ગરીબ લોકો પોતાના ઢોર ગાય ભેંસ બકરી વગેરે અહીં જ રાત્રે દૂધ દોઈ ને અહીં જ બાંધી દેતા હતા અને ગૌ સેવા ગૌ ચારા માટે ચરાવવા પણ સાધુ પોતાનો રામ સાગર લઈ ને વગડા માં ગાય સાથે ભજન લલકારતા ગોવાળિયાઓ ભરવાડ રબારી ખેડૂત ઠાકોર સમાજ ના ગ્રામ જનો સાથે ઘણી વખત જતા હતા. તેમના મંદિર સ્થાનક માં દૈનિક સંધ્યા આરતી ગરીબો ને ભોજન અને ગૌ સેવા બાદ હરિ ભજન ભક્તિ સંગીત થી ગ્રામ જનો માં હિંદુ ધર્મ નો પ્રચાર પ્રસાર થકી ગ્રામ્ય જનો નો આવનારી પેઢી ને ધર્મ સંસ્કરણ થકી સુસંસ્કૃત કરવાનું સુંદર કાર્યની શરૂઆત બાબા રામદેવ દેવસ્થાન મંદિર દેરી થકી થતું હતું.
અને અવિરત આ માનવ સેવા, ગૌ સેવા, અન્નક્ષેત્ર માં ભોજન દાન તેમજ મેડિકલ સહાય તપાસ સેવા કેન્દ્ર તેમજ કન્યાદાન, ગરીબ વિદ્યાર્થીઓ ને ચોપડા નું વિતરણ આવી અનેક સેવાઓ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષો થી અવિરત અને નિરંતર પૂર્ણ વિશ્વ્સનીયતા અને નિષ્ઠાપૂર્ણ રીતે વર્ષો થી ટ્રસ્ટ ના મહંત શ્રી ઓ દ્વારા ભક્તો ના અનુદાન થકી કરવામાં આવે છે