Annakshetra

Event Update

ધર્મ ભૂમિ કર્ણાવતી વર્તમાન અમદાવાદ શહેર માં અનેક હિન્દૂ ધર્મ ના નાના મોટા વિશાળ અને દર્શનીય હિન્દૂ મંદિરો દરેક વિસ્તાર માં આવેલા છે જેમાં કેટલાય પ્રાચીન મંદિરો કેટલાય મોટા મંદિરો અને કેટલાય ભક્તો ને ધર્મ ના સંસ્કરણ થી આપણી આવનારી પેઢી સંતાન ને સુસંસ્કૃત કરવાનું શ્રેષ્ઠ કર્મ કરનારા મંદિરો પણ આવેલ છે. અમુક મંદિરોમાં સંસ્કૃત પાઠશાળા પણ વર્તમાન આધુનિક યુગ માં કાર્યરત છે જે સનાતન હિન્દૂ ધર્મ માટે અતિ ગૌરવ દાયક કાર્ય જ કહેવાય. આવું જ એક પૌરાણિક મંદિર જે ભક્તો ને હિન્દૂ સનાતન ધર્મ થી સુસઁસ્કૃત કરવાનું તેમજ ભક્તોના હૃદય કમલ માં આસ્થા શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજવલિત કરવાનું સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય ધાર્મિક કાર્ય પ્રવૃતિઓ થકી ભૂમિ ને તપો ભૂમિ માં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્ય પૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંત શ્રી સાધુઓ સેવકો દ્વારા વંદનીય પ્રવુતિ સેવા અવિરત થઈ રહી છે. પશ્ચિમ અમદાવાદ ના થલતેજ ટેકરા દૂરદર્શન ચાર રસ્તા પર અને સાલ હોસ્પિટલ ની સામે બાબા રામદેવ સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિર માં આશરે 500 વર્ષ પહેલા થી રામદેવ બાબા ના ભક્તો દ્વારા એક નાની દેરી મંદિર હતું અહીં પહેલા તળાવ હતું તેને કિનારે બાવળીયા ની ઝાડી માં એક ટેકરા ઉપર ગોવાળિયાઓ ગાય બકરી વગેરે ચરાવવા આવતા હતા અને રામદેવ પીર જયારે હયાત જીવંત હતા ત્યારે તેઓ એ અહીં તળાવ કિનારે ભ્રમણ યાત્રા દરમિયાન વિશ્રામ કરવા રોકાયા હતા તેવી લોકવાયકા થલતેજ ગામ ના વૃદ્ધ વડીલો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યાર બાદ એક સાધુ સંત અહીં રામદેવ પીર ની વિશ્રામ ના સ્થાન પર એક રામદેવ પીર ની દેરી બનાવી ને રહેવા લાગ્યા અને ગાય ની સેવા પણ કરતા ઘણા ગરીબ પશુ પાલક ગાય ને આ દેરી પર જ રાખતા હતા સવારે આવી ને ગાય ને ચરાવવા લઈ જતા ધીરે ધીરે આ દેરી પાસે ગૌ સેવા યજ્ઞ ની શરૂઆત થી બીમાર ગાય કે દૂધ ન દેનાર ગાય આ સંત સેવા કરતા હતા. આથી ધીરે ભક્તોએ સેવા યજ્ઞ માં રામદેવ પીર અને પ્રભુ શ્રી રામ તેમજ હનુમાનજી ના મંદિરો બનાવવા અનુદાન આપી ને તળાવ કિનારે મંદિર અને ટેકરા પાસે કુંવાનું નિર્માણ પણ કરાવ્યું હતું તે કુવા ની પાળે યાત્રાળુ અને લોકો પાણી પી ને પણ વિશ્રામ કરતા હતા. પણ પહેલા આ જગ્યા આશરે 30 વર્ષ પહેલા સુધી ગોચરની જગ્યા જ હતી. પછી શહેરના વિકાસ થયા બાદ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દેરી માં થી મોટા મંદિરનું નિર્માણ થયું અને અત્યારે આ જગ્યા પર ગૌ સેવા પરમ ધર્મને સાતત્ય મુજબ ગાય ની ગૌ શાળા સાથે બાબા રામદેવ પીર, જગત જનની માં અંબાજી, તેમજ પંચમુખી હનુમાનજી તેમજ શનિદેવ અને બટુક ભૈરવ ના મંદિર આવેલ છે.

Shree RamDham Mandir

Shree Baba Ramdev Devasthan Trust
ધર્મ ભૂમિ કર્ણાવતી વર્તમાન અમદાવાદ શહેર માં અનેક હિન્દૂ ધર્મ ના નાના મોટા વિશાળ અને દર્શનીય હિન્દૂ મંદિરો દરેક વિસ્તાર માં આવેલા છે જેમાં કેટલાય પ્રાચીન મંદિરો કેટલાય મોટા મંદિરો અને કેટલાય ભક્તોને ધર્મ ના સંસ્કરણથી આપણી આવનારી પેઢીના આપણા સંતાનને સુસંસ્કૃત કરવાનું શ્રેષ્ઠ કર્મ કરનારા મંદિરો પણ આવેલ છે. અમુક મંદિરોમાં સંસ્કૃત પાઠશાળા પણ વર્તમાન આધુનિક યુગ માં કાર્યરત છે જે સનાતન હિન્દૂ ધર્મ માટે અતિ ગૌરવ દાયક કાર્ય જ કહેવાય. આવું જ એક પૌરાણિક મંદિર જે ભક્તોને હિન્દૂ સનાતન ધર્મથી સુસઁસ્કૃત કરવાનું તેમજ ભક્તોના હૃદય કમલ માં આસ્થા શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજવલિત કરવાનું સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય દૈનિક નિયમિત ધાર્મિક યજ્ઞ હોમ હવન કાર્ય પ્રવૃતિઓ થકી આ ભૂમિને તપો ભૂમિમાં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્યપૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય. જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંતશ્રી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને તેના સાધુઓ સેવકો દ્વારા વંદનીય સેવા અવિરત થઈ રહી છે.

Scan this QR code to donate online.

Shree RamDham Mandir