શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ
વૈષ્ણવ સમ્રાટ સંત શિરોમણી
મહંત શ્રી મોહનદાસજી મહારાજ
બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ ના વૈષ્ણવ સમ્રાટ*સંત શિરોમણી *મહંત શ્રી મોહનદાસજી મહારાજ બાબા રામદેવ દેવસ્થાન મંદિર ટ્રસ્ટ ના પૂર્વ સ્વર્ગથ સંત શિરોમણી શ્રી વાસુદેવજી મહારાજ પહેલાના સંતો દ્વારા નિયમિત યજ્ઞ હવન થકી આ ભૂમિ સ્થાન મંદિરમાં વર્તમાન પ્રમુખ મહંત સંત શિરોમણી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ પણ હિન્દૂ સનાતન ધર્મ સંસ્કરણ અને ગુરુ પરંપરા મુજબ નિત્ય યજ્ઞ હવન પૂજા કથા વચનામૃત થકી આ પુણ્યવાન આ તપોભૂમી માં ભક્તજનોના ચરણ સ્પર્શ માત્ર થી જ ભક્તોના હૃદયકમલમાં ભક્તિ શ્રદ્ધા અને સત્કર્મ સદબુદ્ધિ થકી પુણ્યકાર્યના કર્મ કરવાની ભાવના જાગૃત થાય છે અને ભક્તોના મનને આહલાદક શાંતિ તેમજ મન અને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્તિ થાય જ છે. આ મંદિરના મહતમ ભક્તોનું મંતવ્ય છે.
વર્તમાન સંત શિરોમણી મહંત શ્રી મોહનદાસજી મહારાજ રામકથા અને અન્ય કથાવચનામૃત વડે ભક્તોના હૃદયકમલમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આસ્થાપૂર્ણ શુદ્ધ સનાતન હિન્દૂ ધર્મના સંસ્કારનું સિચન કરેં છે તેમજ તેઓ શ્રીની પ્રબળ સેવા વૃત્તિ આ વિસ્તારના જન સમૂહમાં પ્રેરણા મૂર્તિ સમાન જ છે જયારે 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાત રાજ્ય માં ભયાનક ધરતીકંપ આવ્યો તે વેળા એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય તેઓ તરત જ પોતાના મંદિર ના સેવકો સાથે આજુ બાજુ ની તમામ સોસાયટીઓ ના રહીશો ને ચા પાણી નાસ્તો તેમજ મંદિરના રસોઈઘર માં જ દરેક માટે બન્ને સમય ભોજન નાસ્તો ચા વગેરેની અમૂલ્ય સેવા કેટલાય દિવસો સુધી અન્ય કોઈ ની સહાય અનુદાન સિવાય મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા જ પ્રદાન કરવામાં હતી તેમજ ગોયલ ઇન્ટર્સીટીના ગાર્ડનમાં ટેન્ટ અને પથારીની વ્યવસ્થા પણ મહંત શ્રીની સૂચના મુજબ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોની સહાય થી કરી હતી.. ત્યાર થી લઈ ને આજ સુધી મંદિરની અગણિત અને અમૂલ્ય સેવાકીય પ્રવૃતિઓ સાથે વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ મહા મંડળલેશ્વરની પદવી પણ સાધુ સમાજ દ્વારા પ્રાપ્ત થઈ હતી વર્તમાનમાં પણ સંત શિરોમણી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમાજના કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રાંતના છે. હમણાં જ પૂર્ણ થયેલ હિન્દૂ ધર્મનું સર્વશ્રેષ્ઠ દર્શનીય પૂજનીય અને પુણ્યવાન પ્રયાગરાજ મહાકુંભ 2025 માં પણ તેઓ શ્રીનો અખાડો હતો જેમાં મહંત શ્રી મોહનદાસજી મહારાજ ની પેશ્વાઇ વિધિવત વારંવાર નીકળતી હતી અનેક સાધુ સંતોને રહેવા અને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થાનું પણ સફળ અને પ્રસંશનીય કાર્ય ને સમસ્ત સાધુ સંતોએ બિરદાવ્યા હતા. અને નજીક ના ભવિષ્યના 2027 માં નાસિકના કુંભ મેળાની પ્રવૃતિઓ માં તેઓ અત્યાર થી જ કેટલાય કાર્યક્રમ માં વ્યસ્ત હોય છે.


