Event Update

ધર્મ ભૂમિ કર્ણાવતી વર્તમાન અમદાવાદ શહેર માં અનેક હિન્દૂ ધર્મ ના નાના મોટા વિશાળ અને દર્શનીય હિન્દૂ મંદિરો દરેક વિસ્તાર માં આવેલા છે જેમાં કેટલાય પ્રાચીન મંદિરો કેટલાય મોટા મંદિરો અને કેટલાય ભક્તોને ધર્મ ના સંસ્કરણથી આપણી આવનારી પેઢીના આપણા સંતાનને સુસંસ્કૃત કરવાનું શ્રેષ્ઠ કર્મ કરનારા મંદિરો પણ આવેલ છે. અમુક મંદિરોમાં સંસ્કૃત પાઠશાળા પણ વર્તમાન આધુનિક યુગ માં કાર્યરત છે જે સનાતન હિન્દૂ ધર્મ માટે અતિ ગૌરવ દાયક કાર્ય જ કહેવાય. આવું જ એક પૌરાણિક મંદિર જે ભક્તોને હિન્દૂ સનાતન ધર્મથી સુસઁસ્કૃત કરવાનું તેમજ ભક્તોના હૃદય કમલ માં આસ્થા શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજવલિત કરવાનું સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય દૈનિક નિયમિત ધાર્મિક યજ્ઞ હોમ હવન કાર્ય અને સતત કેટલાય વર્ષો થી નિયમિત દૈનિક રામચરિત્ર માનસનું પઠન કાર્ય પ્રથમ પ્રહર થી અંતિમ પ્રહર સુધી અવિરત થઈ રહી છે આમ મઁત્રોચાર અને યજ્ઞ હવન પ્રવૃતિઓ થકી આ ભૂમિને તપો ભૂમિમાં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્યપૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય. જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંતશ્રી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને તેના સાધુઓ સેવકો દ્વારા વંદનીય સેવા અવિરત થઈ રહી છે..

Shree Ramdham Mandir

The renovation work of a magnificent and unique temple of Hindu Sanatan Dharma, the renovation of Shri Ramdham Temple, which is taking shape at Doordarshan Char Rasta in Ahmedabad, is currently going on in full swing. You can donate by scanning this QR code to donate.. more detail

Mandir Gaushala Sewa

To donate to the highly pious act of cow service at the reliable temple, the cow service Shri Baba Ramdev Devasthan Trust, which has been providing cow service continuously for more than 500 years, and to receive the meritorious fruits, you can scan the QR code through.. more detail

mandir bhandara

In Sai Food Service, for the purpose of human service, expert doctors provide examination at a subsidized rate and medicines at a subsidized rate for every disease at a nominal discount. You can donate by scanning the QR code to donate for the attainment.. more detail

Welcome to

Shree RamDham Mandir

Shree Baba Ramdev Devasthan Trust

ધર્મ ભૂમિ કર્ણાવતી વર્તમાન અમદાવાદ શહેર માં અનેક હિન્દૂ ધર્મ ના નાના મોટા વિશાળ અને દર્શનીય હિન્દૂ મંદિરો દરેક વિસ્તાર માં આવેલા છે જેમાં કેટલાય પ્રાચીન મંદિરો કેટલાય મોટા મંદિરો અને કેટલાય ભક્તોને ધર્મ ના સંસ્કરણથી આપણી આવનારી પેઢીના આપણા સંતાનને સુસંસ્કૃત કરવાનું શ્રેષ્ઠ કર્મ કરનારા મંદિરો પણ આવેલ છે. અમુક મંદિરોમાં સંસ્કૃત પાઠશાળા પણ વર્તમાન આધુનિક યુગ માં કાર્યરત છે જે સનાતન હિન્દૂ ધર્મ માટે અતિ ગૌરવ દાયક કાર્ય જ કહેવાય. આવું જ એક પૌરાણિક મંદિર જે ભક્તોને હિન્દૂ સનાતન ધર્મથી સુસઁસ્કૃત કરવાનું તેમજ ભક્તોના હૃદય કમલ માં આસ્થા શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજવલિત કરવાનું સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય દૈનિક નિયમિત ધાર્મિક યજ્ઞ હોમ હવન કાર્ય અને સતત કેટલાય વર્ષો થી નિયમિત દૈનિક રામચરિત્ર માનસનું પઠન કાર્ય પ્રથમ પ્રહર થી અંતિમ પ્રહર સુધી અવિરત કરવામાં આવે છે આમ મઁત્રોચાર અને યજ્ઞ હવન પ્રવૃતિઓ થકી આ ભૂમિને તપો ભૂમિમાં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્યપૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય. જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંતશ્રી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને તેના સાધુઓ સેવકો દ્વારા વંદનીય સેવા અવિરત થઈ રહી છે…more detail

📿 Our Mandir Moments

Divine Photos & Videos from Our Temple Events

🎥 Temple Videos

“राम रामेति रामेति, रमे रामे मनोरमे।**
सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने॥”
શ્રી રામધામ મંદીર વર્તમાન મંદીર કર્ણાવતી પશ્ચિમ અમદાવાદ શહેર ના પશ્ચિમ માં દૂરદર્શન ચાર રસ્તા પર સ્થિત વર્તમાન માં આ મંદીર સાંઈ મંદીર થી વધુ પ્રખ્યાત છે તેજ મંદીરનું પૌરાણિક મંદીર શ્રી રામધામ મંદીરનુ નવનિર્માણ કાર્ય અત્યાધુનિક સુવિધા સંપન્ન નિર્માણ થઈ રહ્યું છે આ મંદીર મુખ્ય શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ ના હેઠળ તેની આદર્શ પરંપરા અને ધર્મ સંસ્કરણ સાથે નવા સુસંસ્કૃત આદર્શ મૂલ્ય સાથે ની ભારત દેશની યુવા અને બાલ્ય પેઢી ને સુસંસ્કૃત કરવાનું કાર્ય કરેં છે ટ્રસ્ટ નો
મુખ્ય આદર્શ
“यतो धर्मस्ततो जयः”
અર્થાત જે વ્યક્તિ ધર્મ અને નૈતિકતાના આદર્શ મૂલ્યથી જીવન નિર્વાહન કરેં છે તેનો કદીયે પરાજય થતો નથી.
તારીખ 26/02/2024 સોમવાર ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ. પૂ. શ્રી દિલીપદેવાચાર્યજી મહારાજ, પ. પૂ. શ્રી મહંત શ્રી મોહનદાસજી મહારાજના વરદ હસ્તે શ્રી રામ ધામ મંદીર નું ખાતમુહર્ત સંપન્ન થયું મંદીર નું નવ નિર્માણ કાર્ય પ્રગતિ માં છે બહુ જ થોડા મહિનામાં જ મંદીરનું નવનિર્માણ કાર્ય સંપન્ન કરવાનો નિર્ધાર છે
મંદીર ટ્રસ્ટ ગૌ સેવા માનવ સેવા જનવિશ્વસનીય પ્રાપ્ત મૂલ્યવાન સેવાઓ મંદીરના મહંત શ્રીઓ ગુરુ આદેશનું પૂર્ણતઃ અનુસાશન મુજબ કર્તાવ્યનીષ્ઠ કર્મનીષ્ઠ અને કટીંબધ્ધતા મુજબ વર્તમાન મહંતશ્રી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ નિરંતર સેવારત રહે છે. આપ પણ શ્રી રામધામ મંદીર નવનિર્માણ કાર્ય માં અનુદાન આપી ને કળિયુગ માં આપના સ્વજનો, સંતાન તેમજ આર્થિક પ્રગતિ અર્થે દાન આપીને જીવનનું સર્વ શ્રેષ્ઠ પુણ્યશાળી કર્મ કરી શકો છો.

શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ થલતેજ અમદાવાદ.

પ્રાચીન પૌરાણિક દેરી મંદીર સ્થાનક વર્તમાન અમદાવાદ શહેર બન્યું તે પહેલા બાબા રામદેવ પીર અહીં યાત્રા દરમ્યાન વિશ્રામ અર્થે રોકાયા હતા
થોડા આશરે 25 વર્ષ પહેલા શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશાળ મંદીર નું નિર્માણ થયું અને મંદીર ના પરિસર માં જ ગૌ શાળા માં ગૌ સેવા અવિરત વર્ષો થી નિરંતર ચાલે છે.
ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ
(1) નિયમિત વર્ષો થી ગરીબો ને સંધ્યા સમયે ભોજન અન્ન દાન
(2) મંદીર પરિસર માં ગૌ સેવા
નિયમિત 200 જેટલી ગાય ને અન્નદાન અને મેડિકલ સેવા.
(3) ટ્સ્ટ દ્વારા વર્ષો થી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કન્યાદાનનું આયોજન.
(4) દર વર્ષે ભાદરવા સુદ અગિયારસ ના દિવસે રામા પીરના નેજા અને પરંપરાગત મેળો આયોજન.
(5) ગરીબ જરૂરિયાત મંદ લોકો ને દવાઓનું વિતરણ રોગચાળા સમયે.
શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર – એ /3683 / અમદાવાદ
આ સંસ્થા ને સેવા પ્રવૃત્તિમાં આપેલ દાન ઇન્કમટેક્ષની કલમ 80 ( જી ) મુજબ કરમુક્ત માફી પાત્ર છે.

Mandir Utsav

Shree Baba Ramdev Devasthan Trust

Shiva Shakti

Shiva Shakti represents the divine union of consciousness and energy — the masculine

Laxmi Puja

Laxmi Puja is a Hindu religious festival dedicated to Goddess Laxmi, the goddess of wealth

Saraswati Puja

Saraswati Puja is a Hindu festival dedicated to Goddess Saraswati, the goddess

Mandir Events

Janmashtami

  • The renovation work of a magnificent and unique temple of Hindu Sanatan Dharma, the renovation of Shri Ramdham Temple, which is taking shape at Doordarshan Char Rasta in Ahmedabad, 

9 Aug 2025 , Saturday

15 Aug 2025 , Friday

16 Aug 2025 , Saturday

20 Aug 2025 , Wednesday

શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ

વૈષ્ણવ સમ્રાટ સંત શિરોમણી
મહંત શ્રી મોહનદાસજી મહારાજ

બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ ના વૈષ્ણવ સમ્રાટ*સંત શિરોમણી *મહંત શ્રી મોહનદાસજી મહારાજ બાબા રામદેવ દેવસ્થાન મંદિર ટ્રસ્ટ ના પૂર્વ સ્વર્ગથ સંત શિરોમણી શ્રી વાસુદેવજી મહારાજ પહેલાના સંતો દ્વારા નિયમિત યજ્ઞ હવન થકી આ ભૂમિ સ્થાન મંદિરમાં વર્તમાન પ્રમુખ મહંત સંત શિરોમણી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ પણ હિન્દૂ સનાતન ધર્મ સંસ્કરણ અને ગુરુ પરંપરા મુજબ નિત્ય યજ્ઞ હવન પૂજા કથા વચનામૃત થકી આ પુણ્યવાન આ તપોભૂમી માં ભક્તજનોના ચરણ સ્પર્શ માત્ર થી જ ભક્તોના હૃદયકમલમાં ભક્તિ શ્રદ્ધા અને સત્કર્મ સદબુદ્ધિ થકી પુણ્યકાર્યના કર્મ કરવાની ભાવના જાગૃત થાય છે અને ભક્તોના મનને આહલાદક શાંતિ તેમજ મન અને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્તિ થાય જ છે. આ મંદિરના મહતમ ભક્તોનું મંતવ્ય છે.
વર્તમાન સંત શિરોમણી મહંત શ્રી મોહનદાસજી મહારાજ રામકથા અને અન્ય કથાવચનામૃત વડે ભક્તોના હૃદયકમલમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આસ્થાપૂર્ણ શુદ્ધ સનાતન હિન્દૂ ધર્મના સંસ્કારનું સિચન કરેં છે તેમજ તેઓ શ્રીની પ્રબળ સેવા વૃત્તિ આ વિસ્તારના જન સમૂહમાં પ્રેરણા મૂર્તિ સમાન જ છે જયારે 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાત રાજ્ય માં ભયાનક ધરતીકંપ આવ્યો તે વેળા એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય તેઓ તરત જ પોતાના મંદિર ના સેવકો સાથે આજુ બાજુ ની તમામ સોસાયટીઓ ના રહીશો ને ચા પાણી નાસ્તો તેમજ મંદિરના રસોઈઘર માં જ દરેક માટે બન્ને સમય ભોજન નાસ્તો ચા વગેરેની અમૂલ્ય સેવા કેટલાય દિવસો સુધી અન્ય કોઈ ની સહાય અનુદાન સિવાય મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા જ પ્રદાન કરવામાં હતી તેમજ ગોયલ ઇન્ટર્સીટીના ગાર્ડનમાં ટેન્ટ અને પથારીની વ્યવસ્થા પણ મહંત શ્રીની સૂચના મુજબ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોની સહાય થી કરી હતી.. ત્યાર થી લઈ ને આજ સુધી મંદિરની અગણિત અને અમૂલ્ય સેવાકીય પ્રવૃતિઓ સાથે વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ મહા મંડળલેશ્વરની પદવી પણ સાધુ સમાજ દ્વારા પ્રાપ્ત થઈ હતી વર્તમાનમાં પણ સંત શિરોમણી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમાજના કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રાંતના છે. હમણાં જ પૂર્ણ થયેલ હિન્દૂ ધર્મનું સર્વશ્રેષ્ઠ દર્શનીય પૂજનીય અને પુણ્યવાન પ્રયાગરાજ મહાકુંભ 2025 માં પણ તેઓ શ્રીનો અખાડો હતો જેમાં મહંત શ્રી મોહનદાસજી મહારાજ ની પેશ્વાઇ વિધિવત વારંવાર નીકળતી હતી અનેક સાધુ સંતોને રહેવા અને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થાનું પણ સફળ અને પ્રસંશનીય કાર્ય ને સમસ્ત સાધુ સંતોએ બિરદાવ્યા હતા. અને નજીક ના ભવિષ્યના 2027 માં નાસિકના કુંભ મેળાની પ્રવૃતિઓ માં તેઓ અત્યાર થી જ કેટલાય કાર્યક્રમ માં વ્યસ્ત હોય  છે.

Donation

Shree Baba Ramdev Devasthan Trust

Mandir Navnirman

Gaushala Seva

Annakshetra Seva

Management Committee

Shree Baba Ramdev Devasthan Trust

શ્રી દિલીપદેવાચાર્યજી મહારાજ

(મુખ્ય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ)
mohandasji 3

શ્રી મોહનદાસજી મહારાજ

(કાર્યકારી અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ )

શ્રી નીતિનભાઈ રતિલાલભાઈ પટેલ

(પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય અને સનાતન હિંદુ ધર્મ સંરક્ષક )

🕉️ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ, થલતેજ અમદાવાદ

પ્રાચીન પૌરાણિક દેરી મંદીર સ્થાનક વર્તમાન અમદાવાદ શહેર બન્યું તે પહેલા બાબા રામદેવ પીર અહીં યાત્રા દરમ્યાન વિશ્રામ અર્થે રોકાયા હતા તે જ પૌરાણિક પવિત્ર સ્થાન પર પૌરાણિક નાની દેરી મંદિર બન્યું હતું જે વર્તમાન સમય માં દર્શનીય છે.

આશરે 25 વર્ષ પહેલા શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશાળ મંદીર નું નિર્માણ થયું અને મંદીર ના પરિસર માં જ ગૌ શાળા માં ગૌ સેવા અવિરત વર્ષો થી નિરંતર ચાલે છે.

🙏 ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃત્તિઓ:

  • 🌸 નિયમિત વર્ષો થી ગરીબો ને સંધ્યા સમયે ભોજન અન્ન દાન.
  • 🌸 મંદીર પરિસર માં ગૌ સેવા – નિયમિત 200 જેટલી ગાય ને અન્નદાન અને મેડિકલ સેવા.
  • 🌸 ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કન્યાદાનનું આયોજન.
  • 🌸 દર વર્ષે ભાદરવા સુદ અગિયારસ ના દિવસે રામા પીરના નેજા અને પરંપરાગત મેળાનું આયોજન.
  • 🌸 ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને દવાઓનું વિતરણ રોગચાળા સમયે.
  • 🌸 સાંઈ મેડિકલ સેવા કેન્દ્ર — સાલ હોસ્પિટલ સામે રાહત દરે તપાસ અને દવાઓની સેવા.
  • 🌸 દર ગુરુવારે ભજન કીર્તન અને દર શનિવારે સામૂહિક સુંદરકાંડના પાઠ.
  • 🌸 નવા શ્રી રામધામ મંદિરનું ભવ્ય નવનિર્માણ ચાલી રહ્યું છે — ભક્તો અનુદાન આપી શકે છે.

રજીસ્ટ્રેશન નંબર: એ /3683 / અમદાવાદ આપેલ દાન ઇન્કમટેક્ષની કલમ 80(G) મુજબ કરમુક્ત માફી પાત્ર છે.

Working Process 123

Community Work

01

Visit Mandir

Visiting a mandir is a peaceful and spiritual experience where you can connect.

02

Check Pastor

Check Pastor is a process/tool used to inspect, verify, and monitor.

03

Join Community

Be a part of our growing family! Connect with like-minded people, share ideas.

04

Help Community

Help Community is a platform dedicated to bringing people together to support.
ક્લિક કરો વિડિયો માટે ▶